ડિજિટલ કંકોત્રી એટલે શું?
ડિજિટલ કંકોત્રી એટલે પરંપરાગત લગ્ન કંકોત્રી જ - શ્રી ગણેશાય નમઃ, નિમંત્રક, પ્રસંગો, મોસાળ, દર્શનાભિલાષી અને ટહુકો - પણ PDF, ફોટો કે વિડિયો સ્વરૂપે, જે WhatsApp પર સીધી મોકલી શકાય. તેને ઓનલાઇન કંકોત્રી, ઈ-કંકોત્રી, લગ્ન પત્રિકા કે ડિજિટલ લગ્ન આમંત્રણ કાર્ડ પણ કહેવાય છે.
Lagn.io ની ડિજિટલ કંકોત્રીમાં શું મળે?
- કસ્ટમ ડિઝાઇન - તમારી પસંદની થીમ, રંગ અને લખાણ સાથે 8 પાનાની ગુજરાતી કંકોત્રી, મંજૂર થાય ત્યાં સુધી ફેરફાર.
- બધા પ્રસંગો - ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, ગ્રહશાંતિ, રાસ-ગરબા, સંગીત, જાન અને હસ્તમેળાપ, દરેકનું પોતાનું પાનું.
- ક્લિક થતી કંકોત્રી - સ્થળ પર ટેપ કરો તો Google Maps, નંબર પર ટેપ કરો તો કૉલ.
- મંગલ આમંત્રણ વિડિયો - સંગીત સાથે એનિમેટેડ વિડિયો, WhatsApp સ્ટેટસ માટે તૈયાર.
- તમારા જ નંબરથી WhatsApp - 500 મહેમાન સુધી, દરેકને તેમના નામ સાથે; રિમાઇન્ડર અને આભાર મેસેજ પણ.
- સજોડે / સપરિવાર વર્ઝન - મહેમાનની યાદી પ્રમાણે યોગ્ય આમંત્રણ.
ભાવ
| પેકેજ | ભાવ | શું મળે |
|---|---|---|
| Essential Auto-Dialing | ₹799 | મહેમાન યાદીમાંથી એક પછી એક ફોન કરતી Android એપ |
| Classic WhatsApp Invitation | ₹1,499 | 500 મહેમાન સુધી WhatsApp પર કંકોત્રી, રિમાઇન્ડર અને આભાર મેસેજ |
| Signature Custom PDF | ₹1,999 | તમારા પ્રસંગો મુજબ 8 પાનાની કસ્ટમ ગુજરાતી કંકોત્રી (વધારાનું પાનું ₹199) |
| Premium Connect | ₹2,199 | Auto Dialing + 500 મહેમાનોને WhatsApp આમંત્રણ |
| Royal PDF & Video | ₹3,299 | 8 પાનાની કંકોત્રી + મંગલ / એનિમેટેડ આમંત્રણ વિડિયો |
| Ultimate All-in-One | ₹5,100 | કંકોત્રી, વિડિયો, WhatsApp પર મોકલવું અને Auto Dialing - બધું સાથે |
| Groom-Bride Combo | ₹9,499 | વર-કન્યા બંને પક્ષ: 2 Users, 500 + 500 WhatsApp આમંત્રણ |
બધી વિગત પેકેજ વિભાગમાં.
કેવી રીતે બને છે?
- પેકેજ પસંદ કરો અને WhatsApp પર મેસેજ કરો.
- વિગત મોકલો - નામ, તારીખ, સ્થળ, પ્રસંગો અને પરિવારની યાદી (Excel પણ ચાલશે). જૂની કંકોત્રીનો ફોટો કે ડ્રાફ્ટ હોય તો પણ મોકલો.
- ડ્રાફ્ટ જુઓ અને મંજૂર કરો - જરૂરી ફેરફાર કહો.
- મહેમાનોને મોકલો - WhatsApp પર લાઇવ સ્ટેટસ સાથે.
છાપેલી કે ડિજિટલ - કઈ પસંદ કરવી?
ઘણા પરિવારો વડીલો માટે થોડી છાપેલી કંકોત્રી અને બાકી બધા માટે ડિજિટલ કંકોત્રી રાખે છે. ખર્ચ, સમય અને પહોંચની વિગતવાર તુલના માટે વાંચો: ડિજિટલ કંકોત્રી કે છાપેલી કંકોત્રી? અને લખાણ માટે કંકોત્રીમાં શું લખવું?
શરૂ કરીએ? તમારી વિગત મોકલો
નામ, તારીખ અને પ્રસંગોની વિગત WhatsApp પર મોકલો - અમારી ટીમ તમને યોગ્ય પેકેજ સમજાવશે.
WhatsApp પર વાત કરો પેકેજ જુઓવારંવાર પૂછાતા પ્રશ્નો
ડિજિટલ કંકોત્રીનો ભાવ કેટલો છે?
8 પાનાની કસ્ટમ PDF કંકોત્રી ₹1,999, મંગલ વિડિયો સાથે ₹3,299 અને WhatsApp પર મોકલવા સાથેનું ઓલ-ઇન-વન પેકેજ ₹5,100. પેકેજ ₹799 થી શરૂ થાય છે.
ડિજિટલ કંકોત્રી કેટલા દિવસમાં તૈયાર થાય?
વિગત મળ્યા પછી સામાન્ય રીતે થોડા દિવસમાં ડ્રાફ્ટ તૈયાર થાય છે, અને મંજૂર થાય ત્યાં સુધી ફેરફાર કરીએ છીએ.
શું WhatsApp પર ઘણા લોકોને મોકલવાથી નંબર બ્લોક થાય?
હાથથી સેંકડો લોકોને ફોરવર્ડ કરવાથી જોખમ રહે છે. અમારી સિસ્ટમ 500 મહેમાનો માટે બનાવેલી છે અને દરેકને નામ સાથે આમંત્રણ જાય છે.
ગુજરાત બહાર કે વિદેશમાં રહેતા હોઈએ તો?
હા, બધું ઓનલાઇન થાય છે, એટલે ભારતના કોઈ પણ રાજ્ય કે વિદેશ (NRI પરિવારો) માટે પણ કંકોત્રી બનાવીએ છીએ.
અમારી સેવાઓ
ગુજરાતના શહેરોમાં અમારી સેવા
અમે ગુજરાતના દરેક જિલ્લાના પરિવારો માટે કંકોત્રી અને WhatsApp આમંત્રણ તૈયાર કરીએ છીએ. તમારું શહેર પસંદ કરો: